Yamaha Fascino S: યામાહા મોટર્સ દ્વારા નવા એડવાન્સ ફીચર અને ફેન્ટાસ્ટિક લુક સાથે Yamaha Fascino S સ્કુટર ને લોન્ચ કરવામાં માં આવ્યું છે. આ સ્કુટર Yamaha Fascino સ્કુટર નું અપડેટેડ version છે, જેનું નામ છે યામાહા ફસીનો એસ.
આ નવું સ્કૂટર ત્રણ અલગ અલગ કલર ઓપ્શન માં લોન્ચ કરવામાં આવ્યું છે, જેની કિંમત પણ અલગ અલગ છે. સાથે આ સ્કુટર માં તેના જુના મોડલ કરતા વધુ સારા અને એડવાન્સ ફીચર છે. જે ભારતીય માર્કેટમાં માં હોન્ડા એકટીવા અને સુઝુકી એક્સેસ સાથે સ્પર્ધા કરશે.
Yamaha Fascino S Price
આ સ્કુટર 125CC ના એન્જીન સાથે આવે છે. સાથે આ સ્કુટર ને ત્રણ ડિફરન્ટ કલર માં લોન્ચ કરવામાં આવ્યા છે. જેમકે મેટ રેડ, મેટ બ્લેક અને ડાર્ક મેટ બ્લુ. જેમાં મેટ રેડ અને મેટ બ્લેક કલર વાળા સ્કુટર ની કિંમત ₹93,999 રૂપિયા (એક્સ-શોરૂમ) ની છે. જ્યારે ડાર્ક મેટ બ્લુ કલર વાળા સ્કુટર ની કિંમત ₹94,999 રૂપિયા ની છે.
Yamaha Fascino S Engine and Mileage
Yamaha Fascino S સ્કૂટર 125CC ના એન્જીન સાથે આવે છે. આ એન્જીન 8.5bhp નો મેક્સ પાવર અને 10.5 nm નો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જીન BS6 સ્ટાન્ડર્ડ સાથે આવે છે.
આ સ્કુટર માં 5.2 લીટર ની ફ્યુઅલ ટેન્ક છે. આ સ્કુટર 49 કિલોમીટર/ લીટર નું દમદાર માઇલેજ આપે છે. આ પર્ફોમન્સ જ સ્કૂટર ને બીજા સ્કુટર થી અલગ બનાવે છે.
Yamaha Fascino S Advanced Features
યામાહા ફસીનો એસ. ફુલી ડિજિટલ સ્ક્રીન સાથે આવે છે, જેમાં સ્પીડ, ફ્યુઅલ કેપેસિટી અને બીજા મોડ ડિજિટલી જોવા મળે છે.
આ સ્કુટર માં નવું આન્સર બેક નું ફીચર જોવા મળશે. આ ફીચર થી યુઝર તેના સ્કુટર ને પાર્કિંગ માં જલ્દી થી શોધી શકશે. આ માટે યુઝર એ પહેલાં Yamaha Scooter Answer Back નામ નું એપ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવાનુ રહેશે. તે એપ માં ફાઇન્ડ માય વ્હિકલ ઓપ્શન પર ક્લિક કરશો એટલે સ્કુટર ના હોર્ન અને ઇન્ડિગેટર્સ દ્વારા યુઝર ને તેના વ્હિકલ નું લોકેશન ખબર પડી જશે.
Yamaha Fascino S સ્કૂટર બ્લ્યુટૂથ કોનેકટીવીટી, USB ચાર્જર, મોબાઈલ એપ કોનેકટીવીટી, ફ્યુઅલ Consumption અને રાઇડર રેન્કિંગ જેવા ફીચર જોવા મળે છે.
Read Also:
Yamaha Fascino S Scooter’s Rival
યામાહા ફસીનો એસ. ની સ્પર્ધા 125CC વાળા સ્કુટર જેમકે Honda Activa, Suzuki Access અને TVS Jupiter સાથે થશે.
Honda Activa 125
- Price: આ સ્કુટર ની એક્સ-શોરૂમ કિંમત ₹82,000 થી શરૂ થાય છે અને ટોપ વેરિયન્ટ ની કિંમત ₹91,000 સુધી ની છે.
- Mileage: આ Honda Activa 125 સ્કુટર 46 કિલોમીટર નું માઇલેજ આપે છે.
- Colour Options: આ સ્કુટર 6 કલર ઓપ્શન માં અવેલેબલ છે.
- Weight: આ સ્કુટર નું કાર્બ વજન 110KG નું છે.
Suzuki Access 125
- Price: આ સ્કુટર ની એક્સ-શોરૂમ કિંમત ₹81,000 થી શરૂ થાય છે અને ટોપ વેરિયન્ટ ની કિંમત ₹92,000 સુધી ની છે.
- Mileage: આ Suzuki Access સ્કુટર 45 કિલોમીટર નું માઇલેજ આપે છે.
- Colour Options: આ સ્કુટર 16 કલર ઓપ્શન માં અવેલેબલ છે.
- Weight: આ સ્કુટર નું કાર્બ વજન 103KG નું છે.
TVS Jupiter 125
- Price: આ સ્કુટર ની એક્સ-શોરૂમ કિંમત ₹83,000 થી શરૂ થાય છે અને ટોપ વેરિયન્ટ ની કિંમત ₹97,000 સુધી ની છે.
- Mileage: આ TVS Jupiter 125 સ્કુટર 50 કિલોમીટર નું માઇલેજ આપે છે.
- Colour Options: આ સ્કુટર 9 કલર ઓપ્શન માં અવેલેબલ છે.
- Weight: આ સ્કુટર નું કાર્બ વજન 108KG નું છે.
FAQ:
Yamaha Fascino S કેટલા કલર ઓપશન માં ઉપલબ્ધ છે?
Yamaha Fascino S મેટ રેડ, મેટ બ્લેક અને ડાર્ક મેટ બ્લુ કલર માં અવેલેબલ છે.