Xiaomi 14 CIVI Launch Date and Price: શાઓમી તેનો નવો 5G સ્માર્ટફોન ને ભારત માં લોન્ચ કરવા જઈ રહી છે. આ મોબાઈલ ડિઝાઇન , પર્ફોર્મન્સ અને કેમેરા જેવા અન્ય ફીચર થતા 5G કોનેકટીવીટી સાથે લોન્ચ થશે. મોબાઈલ ના આ બધા ફીચર સ્માર્ટફોન ને બેસ્ટ કેપિસિટી વાળો મોબાઈલ બનાવે છે. આ મોબાઈલ ચીન માં Xiaomi 14 CIVI Pro ના નામે માર્ચ માં જ લોન્ચ થઈ ચૂક્યો છે. હવે એ મોબાઈલ ભારત માં Xiaomi 14 CIVI ના નામે લોન્ચ થશે.
Xiaomi 14 CIVI મોબાઈલ 12 જૂન ના રોજ લોન્ચ થવા જઈ રહ્યો છે. આ મોબાઈલ ને ભારત પ્રીમિયર તરીકે લોન્ચ કરવામાં આવી રહ્યો છે. આ મોબાઈલ ચીન માં ધૂમ મચાવી રહ્યો છે, જે હવે ભારત માં ધૂમ મચાવા તૈયાર છે.તો જાણો શાઓમી ના આવા શાનદાર મોબાઈલ ની કિંમત, ફીચર અને બીજું બધું.
Xiaomi 14 CIVI Launch Date and Price
આ મોબાઈલ ના લોન્ચ ડેટ ની વાત કરીએ તો આ મોબાઈલ ભારત માં 12 જૂન 2024 12:00 PM (IST) વાગ્યે flipkart પર લોન્ચ કરવામાં આવશે. ઉપર જણાવ્યા અનુસાર આ મોબાઈલ ચીન માં માર્ચ મહિનામાં માજ લોન્ચ થઈ ચૂક્યો છે. જે હવે બાર જૂન ના ભારત માં લોન્ચ થશે. આ મોબાઈલ 12GB RAM અને 512GB સ્ટોરેજ સાથે આવશે જેની અંદાજીત કિંમત લગભગ ₹44,999 ની છે.
Xiaomi 14 Civi Features and specifications
Xiaomi 14 Civi મોબાઈલ પાવરફુલ Snapdragon 8s Gen 3 SoC પ્રોસેસર સાથે આવશે. આ મોબાઈલ માં ટ્રિપલ બેક કેમેરા અને ડ્યુઅલ સેલ્ફી કેમેરા હશે. જ્યારે 4,700 mAh ની બેટરી હશે. આ મોબાઈલ માં AI ફીચર વાળા બે 32MP ના સેલ્ફી કેમેરા હશે. જ્યારે મોબાઈલ 6GB થી લઈને 12GB સુધી ની રેમ સાથે આવશે.
Specification | Details |
---|---|
Display | 6.55-inch AMOLED, HDR10+ and super curved design |
Performance | Snapdragon 8s Gen 3 SoC, 12GB RAM, up to 512GB internal storage |
Rear Camera | Triple setup: 50MP wide main camera, 50MP 2x zoom camera, 12MP ultra-wide camera |
Front Camera | Dual AI setup: 32MP wide camera, 32MP ultra-wide camera |
Color Options | Blue, Green, Black |
Battery and Charger | 4700 mAh battery, 67W turbo charger (full charge in 40 minutes) |
Xiaomi 14 Civi Display
આ મોબાઈલ માં 6.55 ઇંચ ની AMOLED ડિસ્પ્લે હશે જે 120hz ના રિફ્રેશ રેટ સાથે આવશે, સાથે ડિસ્પ્લે HDR10+ અને 3000+ નિટસ હશે. આ મોબાઈલ સુપર Curved Display ના લુક સાથે આવશે જે મોબાઇલ ને અવેસમ લુક આપે છે. આ શાઓમી નો પહેલો સુપર Curved ડિસ્પ્લે વાળો મોબાઈલ છે જે ભારત માં લોન્ચ થવા જઈ રહ્યો છે.
Xiaomi 14 Civi Performance
Xiaomi 14 Civi મોબાઈલ પાવરફુલ Snapdragon 8s Gen 3 SoC પ્રોસેસર સાથે આવશે. આ પ્રોસેસર એક શક્તિશાળી મોબાઈલ પર્ફોમન્સ નો વિકલ્પ પૂરો પાડે છે. આ મોબાઈલ માં 12GB RAM અને 512GB સુધી ની ઇન્ટરનલ મેમરી આવશે. જે મોબાઈલ ને મલ્ટી ટાસ્કિનગ કાર્ય કરવા માટે સક્ષમ બનાવે છે.
Xiaomi 14 Civi Camera
આ મોબાઈલ ટ્રિપલ પાવરફુલ બેક કેમેરા સેટઅપ સાથે આવશે. જેમાં 50MP નો વાઈડ મેઈન કેમેરો + 50MP નો 2x zoom કેમેરો + 12MP નો અલ્ટ્રા વાઈડ કેમેરા સામેલ છે. જે ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી માટે ક્રિએટિવ અનુભવ પૂરો પાડે છે.
જ્યારે Xiaomi 14 Civi સ્માર્ટફોન ડ્યુઅલ AI સેલ્ફી કેમેરા સાથે આવશે. જેમાં 32MP નો વાઈડ કેમેરો + 32MP નો અલ્ટ્રાવાઇડ કેમેરા શામેલ છે. આ AI ફીચર વાળો મોબાઈલ કેમેરો સેલ્ફી ફોટા ને Enhance કરશે.
Xiaomi 14 Civi Colour Options
Xiaomi 14 Civi મોબાઈલ કુલ ત્રણ કલર ઓપ્શન શામેલ છે. જેમ કે બ્લુ , ગ્રીન અને બ્લેક કલર ઓપશન. આ ત્રણ કલર માં મોબાઈલ ને ફેન્ટાસ્ટિક લુક આપે છે, અને યુઝર ને બીજા કલર ઓપશન નું વિકલ્પ આપે છે.
Xiaomi 14 Civi Battery and Charger
Xiaomi 14 Civi એક શાનદાર 4,700 mAh ની બેટરી સાથે આવશે. જે નોન રિમુવેબલ બેટરી હશે. મોબાઈલ ની સાથે 67W નું ટર્બો મોબાઈલ ચાર્જર આવશે. જે મોબાઈલ ને 40 મિનિટ માં ફૂલી ચાર્જ કરી નાખશે, તેવું કંપની નું માનવું છે. જ્યારે આ ફાસ્ટ ટર્બો ચાર્જર મોબાઈલ ના બેટરી પર્ફોર્મન્સ ને જાળવી રાખશે.
Xiaomi 14 Civi Connectivity and other Features
આ મોબાઈલ 5G ડ્યુઅલ સિમ કોનેકટીવીટી સાથે આવશે. જેમાં wifi 802 અને bluetooth 5.4 જેવા ફીચર સાથે આવશે. આ મોબાઈલ માં USB C type ચાર્જર સાથે આવશે. આ મોબાઈલ માં Radio નું ઓપ્શન અવેલેબલ નથી. સાથે અંડર ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સિક્યુરિટી સિસ્ટમ આવશે.
Read Also:
- Upcoming Smartphone Under 20,000 | અપકમિંગ સ્માર્ટફોન 2024 એ પણ વીસ હજાર ની અંદર
- માર્કેટ માં આવી રહ્યો છે સૌથી સસ્તો વોટર પ્રુફ મોબાઈલ Oppo F27 Pro+
Xiaomi 14 Civi મોબાઈલ ભારત માં ક્યારે લોન્ચ થશે?
Xiaomi 14 Civi મોબાઈલ 12 જૂન 2024 ના 12:00 PM વાગ્યે ભારત માં લોન્ચ થશે.
Xiaomi 14 Civi ની કિંમત કેટલી છે?
Xiaomi 14 Civi મોબાઈલ ની કિંમત ₹44,999 રૂપિયા સુધી ની હોઈ શકે છે.