Upcoming Smartphone Under 20,000: ભારત માં અત્યારે 2024 ના મિડ સુધી માં ઘણા સ્માર્ટફોન લોન્ચ થઈ ચૂક્યા છે. હજુ નવા સ્માર્ટફોન લોન્ચ થવાના બાકી છે. તો ચાલો જાણીએ કે 2024 માં ક્યાં અપકમિંગ મોબાઈલ હશે જે 20,000 ની અંદર ની કિંમત માં લોન્ચ થશે. જે વીસ હજાર ની કિંમત માં વેલ્યુ ફોર મની હોય અને ફીચર થી ભરપુર હોય.
Table of Contents
Upcoming Smartphone Under ₹20,000
સ્માર્ટફોન યુઝર હંમેશા નવા આવનારા મોબાઈલ વિષે જાણવા ઉત્સુક હોય છે. જેમાં મોબાઈલ નો લુક, તેની કિંમત અને ફીચર સામેલ છે. તો 2024 ના આવનાર સમય માં જે નવા સ્માર્ટફોન લોન્ચ થવાના છે એના વિશે માહિતી મેળવી લઇએ . આ અપકમિંગ સ્માર્ટફોન માં ચાર મોબાઈલ પસંદ કર્યા છે, જે ફીચર થી ભરપૂર છે, કિંમત 20,000 થી ઓછી છે અને જેની લોન્ચ થવાની ચર્ચા વધુ છે.
1.Realme GT Neo 6 SE
રીઅલમી તેનો નવો સ્માર્ટફોન Realme GT Neo 6 SE ને 16 October 2024 ના રોજ લોન્ચ કરશે. આ મોબાઈલ ની કિંમત ₹19,499 રૂપિયાની ની હશે. આ મોબાઈલ ચીન માં લોન્ચ થઈ ચૂક્યો છે. જે હવે ભારત માં લોન્ચ થશે. આ મોબાઈલ 50MP ના વાઈડ એન્ગલ કેમેરા સાથે આવશે. જ્યારે 5,500 mAh ની બેટરી હશે.
- Display : આ મોબાઈલ ની ડિસ્પ્લે 6.78 ઇંચ (17.22 cm), AMOLED ડિસ્પ્લે હશે, અને સાથે 120hz નો રિફ્રેશ રેટ આવશે.
- Processor : આ મોબાઈલ માં Qualcomm Snapdragon 8 Gen 3 | octa Core નું પ્રોસેસર આવશે.
- RAM and Storage: આ મોબાઈલ માં કુલ બે વેરિયન્ટ છે. જેમાં 6GB+128GB સ્ટોરેજ, 8GB+256GB સ્ટોરેજ નું ઓપ્શન આવશે.
- Camera: આ મોબાઈલ ડ્યુઅલ બેક કેમેરા સાથે આવશે.જેમાં 50MP નો વાઈડ કેમરો + 8MP નો અલ્ટ્રા વાઈડ કેમેરો હશે. જયારે 32MP નો વાઈડ ફ્રન્ટ સેલ્ફી કેમેરો હશે.
- Battery: આ મોબાઈલ ની બેટરી 5,500 mAh ની હશે જેમાં usb c type 100W નું વાયર ચાર્જર હશે.
- Colour Option: આ મોબાઈલ બે કલર ઓપ્શન સાથે આવશે. જેમાં ગ્રે અને મેટ કલર ઓપ્શન સાથે આવશે.
- Security: આ મોબાઇલ અન્ડર સ્ક્રીન ફિંગરપ્રિન્ટ અને ફેસ અનલોક જેવા ફીચર સાથે આવશે.
- Price: આ મોબાઈલ ની કિંમત ભારત માં ₹19,499 રૂપિયા સુધી ની હોઈ શકે છે.
2.Samsung Galaxy A15
જાણીતી સ્માર્ટફોન કંપની સેમસંગ તેનો નવો મોબાઈલ Samsung Galaxy A15 ને 9 July 2024 ના રોજ લોન્ચ થશે. આ મોબાઈલ ની કિંમત ₹17,099 રૂપિયાની ની હશે. આ મોબાઈલ 4G સપોર્ટ કરશે અને MediaTek Helio G99 નું પ્રોસેસર હશે. આ મોબાઈલ ની ડિસ્પ્લે 6.5 ઇંચ ની હશે.
- Display : આ મોબાઈલ ની ડિસ્પ્લે 6.5 ઇંચ (16.51 cm), AMOLED અને FHD+ ડિસ્પ્લે હશે, અને સાથે 90hz નો રિફ્રેશ રેટ આવશે.
- Processor : આ મોબાઈલ માં MediaTek Helio G99 | octa Core નું પ્રોસેસર આવશે.
- RAM and Storage: આ મોબાઈલ માં કુલ બે વેરિયન્ટ છે. જેમાં 6GB+128GB સ્ટોરેજ, 8GB+256GB સ્ટોરેજ નું ઓપ્શન આવશે.
- Camera: આ મોબાઈલ ટ્રિપલ બેક કેમેરા સાથે આવશે.જેમાં 50MP નો વાઈડ કેમરો + 5MP નો અલ્ટ્રા વાઈડ કેમેરો + 2MP નો મેક્રો કેમરો હશે. જયારે 13MP નો વાઈડ એન્ગલ ફ્રન્ટ સેલ્ફી કેમેરો હશે.
- Battery: આ મોબાઈલ 5,000 mAh ની બેટરી અને usb c type 25W ના ચાર્જર સાથે આવશે.
- Colour Option: આ મોબાઈલ ચાર કલર ઓપ્શન સાથે આવશે. જેમાં બ્લેક ,યેલો, બ્લ્યૂ અને મેટ કલર ઓપ્શન સાથે આવશે.
- Connectivity: આ મોબાઈલ 4G કનેક્ટિવિટી, બ્લ્યુટૂથ અને wi-fi જેવા ફીચર સાથે આવશે.
- Price: આ મોબાઈલ ની કિંમત ભારત માં ₹17,099 રૂપિયા સુધી ની હોઈ શકે છે.
3.Poco M6 pro
Xaiomi તેની પોકો સીરીઝ નો નવો મોબાઈલ Poco M6 pro ને 31 જુલાઈ 2024 ના રોજ ભારત માં લોન્ચ કરશે. આ મોબાઈલ ચીન માં પેહલા થી જ લોન્ચ થઈ ચૂક્યો છે. આ મોબાઈલ ની કિંમત ₹16,999 રૂપિયાની ની હશે. આ મોબાઈલ 5,000 mAh ની બેટરી સાથે આવશે. જયારે MediaTek Helio G99 નું પ્રોસેસર હશે. આ મોબાઈલ ની ડિસ્પ્લે 6.67 ઇંચ ની હશે.
- Display : આ મોબાઈલ ની ડિસ્પ્લે 6.67 ઇંચ (16.94 cm), AMOLED અને FHD+ ડિસ્પ્લે હશે, અને સાથે 120hz નો રિફ્રેશ રેટ આવશે.
- Processor : આ મોબાઈલ માં MediaTek Helio G99 | octa Core નું પ્રોસેસર આવશે.
- RAM and Storage: આ મોબાઈલ કુલ ત્રણ વેરિયન્ટ સાથે આવશે. જેમાં 4GB+128GB , 6GB+256GB સ્ટોરેજ, 8GB+512GB સ્ટોરેજ નું ઓપ્શન આવશે.
- Camera: આ મોબાઈલ ટ્રિપલ બેક કેમેરા સાથે આવશે.જેમાં 64MP નો વાઈડ કેમરો + 8MP નો અલ્ટ્રા વાઈડ કેમેરો + 2MP નો મેક્રો કેમરો હશે. જયારે 16MP નો વાઈડ એન્ગલ ફ્રન્ટ સેલ્ફી કેમેરો હશે.
- Battery: આ મોબાઈલ માં 5,000 mAh ની બેટરી અને usb c type 67W નું ટર્બો ચાર્જર હશે.
- Connectivity: આ મોબાઈલ 5G કનેક્ટિવિટી, બ્લ્યુટૂથ અને wi-fi જેવા ફીચર સાથે આવશે.
- Price: આ મોબાઈલ ની કિંમત ભારત માં ₹16,999 રૂપિયા સુધી ની હોઈ શકે છે.
4.Infinix Note 40 Pro
Infinix તેની નોટ સીરીઝ ના Infinix Note 40 Pro મોબાઇલ ને 28 જૂન 2024 ના રોજ ભારત માં લોન્ચ કરશે. આ મોબાઈલ ની કિંમત ₹16,499 રૂપિયાની ની હશે. આ મોબાઈલ માં 6.78 ઇંચ ની AMOLED ડિસ્પ્લે હશે. જ્યારે 108 MP નો પાવરફુલ બેક કેમેરો હશે. આ મોબાઇલ માં 8GB સુધી ની રેમ આવશે અને આ મોબાઈલ 5,000 mAh ની બેટરી સાથે આવશે.
- Display : આ મોબાઈલ ની ડિસ્પ્લે 6.78 ઇંચ (17.22 cm), AMOLED ડિસ્પ્લે હશે, અને સાથે 120hz નો રિફ્રેશ રેટ આવશે.
- Processor : આ મોબાઈલ માં MediaTek Helio G99 Ultimate | octa Core નું પ્રોસેસર આવશે.
- RAM and Storage: આ મોબાઈલ માં કુલ બે વેરિયન્ટ છે. જેમાં 6GB+128GB સ્ટોરેજ, 8GB+256GB સ્ટોરેજ નું ઓપ્શન આવશે.
- Camera: આ મોબાઈલ ડ્યુઅલ બેક કેમેરા સાથે આવશે.જેમાં 108MP નો વાઈડ કેમરો + 2MP નો મેક્રો કેમરો હશે.જયારે 32MP નો વાઈડ એન્ગલ ફ્રન્ટ સેલ્ફી કેમેરો હશે.
- Battery: આ મોબાઈલ 5,000 mAh ની બેટરી અને usb c type 55W ના ચાર્જર સાથે આવશે.
- Colour Option: આ મોબાઈલ બે કલર ઓપ્શન સાથે આવશે. જેમાં ગોલ્ડ અને બ્લુ કલર ઓપ્શન સાથે આવશે.
- Connectivity: આ મોબાઈલ 5G કનેક્ટિવિટી, બ્લ્યુટૂથ અને wi-fi જેવા ફીચર સાથે આવશે.
- Price: આ મોબાઈલ ની કિંમત ભારત માં ₹16,499 રૂપિયા સુધી ની હોઈ શકે છે.