Tata Altroz Racer કાર માર્કેટ માં ધૂમ મચાવા આવી રહી છે.આ કાર તેના ઓરિજિનલ મોડલ Tata Altroz નું સ્પોર્ટી ડિજાઇન માં તૈયાર કરેલું નવું મોડલ છે જેનું નામ છે Tata Altroz Racer. ટાટા એ જાન્યુઆરી 2023 માં ઓટો એક્સપો દરમિયાન આ કાર ને પ્રદર્શિત કરી હતી, જે તેના સ્પોર્ટી લુક,આકર્ષક ડિઝાઇન, પાવરફુલ એન્જિન અને ધમાકેદાર ફિચર્સ સાથે આવે છે.
આ કાર નું હમણાં ટેસ્ટિંગ ચાલુ હતું, અને આ કાર ની આતુરતા થી રાહ જોવાઈ રહી હતી. તો હવે લગભગ 1.5 વર્ષ પછી આ કાર માર્કેટ માં લોન્ચ થવા જઈ રહી છે. ટાટા મોટરે તેના Youtube ચેનલ માં આ Tata Altroz Racer કાર નું ટીઝર ઉપલોડ કર્યું છે. તો જલ્દી આવી રહી છે એ કાર તો જાણો એના ફીચર, કિંમત અને લોન્ચ ડેટ.
Tata Altroz Racer કાર ની કિંમત | Tata Altroz Racer Car Price
Tata Motors ની આ ટાટા અલ્ટ્રોઝ રેસર કાર ની અંદાજિત કિંમત લગભગ ₹8 થી 10 લાખ (એક્સ-શોરૂમ) સુધી ની ધારણા છે. તથા કાર ની અંતિમ કિંમત તેના પસંદ કરેલ વેરિઅન્ટ અને ટ્રાન્સમિશન જેવા કે મેન્યુઅલ અથવા ઓટોમેટિક પર આધારિત રહેશે. જ્યારે Tata Altroz કાર ના બેસ મોડલ ની કિંમત ₹6.64 લાખ (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે.
Tata Altroz Racer કાર ના ફીચર | Tata Altroz Racer Car Features
Specifications | Details |
---|---|
Engine | 1.2-liter turbo-petrol, 120 hp, 170 Nm torque |
Transmission | 6-speed manual and automatic options |
Mileage | 19 to 22 km/l |
Color Options | Grey, Midnight Black, Orange |
Safety | 6 airbags, 5-star Global NCAP safety rating |
Price | ₹10 lakh (estimated) |
એન્જિન: ટાટા અલ્ટ્રોઝ રેસર 1.2 લિટર ટર્બો-પેટ્રોલ એન્જિન સાથે આવશે, જે 120hp નો પાવર અને 170Nm નો ટોર્ક જનરેટ કરે છે.
ટ્રાન્સમિશન: આ એન્જિન 6-સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન વિકલ્પ સાથે આવશે.
માઇલેજ: Tata Altroz Racer કાર 19 થી 22 કિલોમીટર/ લીટર નું માઇલેજ આપશે.
કલર ઓપ્શન: ગ્રે, મિડનાઈટ બ્લેક અને ઓરેન્જ જેવા ૩ આકર્ષક કલર વિકલ્પોમાં આ કાર ને લોન્ચ કરવામાં આવશે.
સેફટી: આ કાર માં 6 એર બેગ છે અને Global NCAP માં 5 સ્ટાર ની સેફટી રેટિંગ મળી છે.
સ્પોર્ટી ડિઝાઇન: ટાટા અલ્ટ્રોઝ રેસર એક ફેન્ટાસ્ટિક અને સ્પોર્ટી ડિઝાઇન ધરાવે છે. નવો બમ્પર, ૧૭-ઇંચ એલોય વ્હીલ્સ, બ્લેક રૂફ અને કાર ની આગળ રેસર બેજિંગ આ કારને આકર્ષક બનાવે છે.
પ્રીમિયમ ઇન્ટિરિયર: ટાટા અલ્ટ્રોઝ રેસરનું ઇન્ટિરિયર પણ એકદમ સ્પોર્ટી છે. તેમાં ઓલ-બ્લેક ડેશબોર્ડ, ડ્યુઅલ ટોન સીટ્સ, રેસર સ્ટીયરિંગ વ્હીલ અને એલ્યુમિનિયમ પેડલ્સ છે. આ ઉપરાંત, મોટી ટચસ્ક્રીન ઇન્ફોટેન્મેન્ટ સિસ્ટમ, ડિજિટલ ડ્રાઇવર ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, વેન્ટિલેટેડ ફ્રંટ સીટ્સ, 360 ડિગ્રી કેમેરા અને 6 એરબેગ્સ જેવા ફિચર્સ પણ આ કારમાં સામેલ કરવામાં આવ્યા છે.
Tata Altroz Racer કાર ક્યારે લોન્ચ થશે.
આ કાર નું ટીઝર હમણાં જ ટાટા મોટર ના ઓફીશિયલ youtube ચેનલ પર ઉપલોડ કરવામાં આવ્યું છે. જેના પરથી અંદાજો લગાવીએ તો આ કાર ને જૂન 2024 માં જ લોન્ચ કરવામાં આવશે. એક રિપોર્ટ અનુસાર એમ પણ કહેવામાં આવ્યું છે કે આ કાર ની અનઑફિશિયલ બુકીંગ શરૂ થઈ ગયું છે, પણ એ વાત ની પુષ્ટિ અમે નથી કરતા.
Read Also: