Royal Enfiled Classic 350 Bobber બાઈક ને આઇસર મોટર જૂન માં લોન્ચ કરવા જઈ રહ્યું છે. આમ જોવા જઈએ તો Royal Enfiled Classic 350 બાઈક ભારત માં પ્રીમિયમ બાઈક છે એટલે જ તેને Royal Enfiled સીરીઝ ની નંબર 1 બાઈક માનવામા આવે છે. હવે એ જ બાઇક 350 ક્લાસિક બાઈક ની બોબર સ્ટાઇલ ની ડિઝાઇન માં લોન્ચ કરવામાં આવશે, જેમાં 350CC નું એન્જિન2 હશે.આ બાઈક જૂન માં લોન્ચ થશે તો જાણો એના ફીચર, પ્રાઇસ અને માઇલેજ.
રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 બોબર ની કિંમત | Royal Enfiled Classic 350 Bobber Price
આ બાઈક ને ભારત માં ₹2,00,000 થી ₹2,10,000 રૂપિયા ની વચ્ચે લોન્ચ કરવામાં આવશે. બાઈક જૂન 2024 માં લોન્ચ થવાની ચર્ચા છે. આ Royal Enfiled Classic 350 Bobber બાઈક લગભગ Royal Enfield Meteor 350 ની સિમિલર બાઈક જેવી હશે. જેમ રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 બાઈક ની ડીમાંડ છે એવી જ રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 બોબર બાઈક ની રહે તેવુ કંપની નું માનવું છે.
રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 બોબર ના ફીચર કિંમત | Royal Enfiled Classic 350 Bobber Feature
આ બાઈક ના ફીચર ને 350 ક્લાસિક બાઈક ના ફીચર થી રિપ્લેસ કરવામાં આવશે. જેથી 350 બોબર બાઈક ને નવું સ્ટાઈલિશ લુક મળે.
Specification | Details |
---|---|
Engine | 350CC, 20 bhp power, 27 nm torque |
Mileage | Approximately 35 KM/L |
Transmission | 5-speed manual gearbox |
Bike Weight | 193 KG |
Fuel Capacity | 14 liters |
Colour Options | 5 |
Price | Up to ₹2,10,000 |
Engine: આ બાઈક નું એન્જિન 350CC નું હશે. જે 20 bhp નો પાવર અને 27 nm નો ટોર્ક જનરેટ કરશે. જેથી પાવરફુલ એન્જીન સાથે બાઈક ને જબરદસ્ત પાવર અને ટોર્ક મળશે.
Mileage: આ 350 બોબર બાઈક લગભગ 35 KM/L નું માઇલેજ આપશે. આ સાથે લગભગ રોયલ એનફિલ્ડ બધી બાઈક 30 થી 35 વચ્ચે જ માઇલેજ આપે છે.
Transmission: આ બાઈક 5-સ્પીડ મેન્યુઅલ ગિયર બોક્સ સાથે આવશે.
Bike Weight: આ બાઈક માં 350CC નું એન્જીન અને બીજા હેવી પાર્ટ્સ હશે જેથી આ બાઈક નું વજન 193 KG જેટલું હશે.
Fuel Capacity: આ બાઈક માં 14 લિટર ની fuel કેપેસિટી વાળું ટેન્ક હશે.
આ બાઈક માં પણ 350 ક્લાસિક ની જેમ ટોલર હેંગર સ્ટાઇલ માં હેન્ડલ બાર હશે જે તેના લુક ને સ્ટાલિશ બનાવશે.આ બાઈક માં સ્પોર્ટ વાઇટ વોલ ટાઈપ ના ટાયર હશે જે આ બાઈક ને બોબર લુક માં ફેન્ટાસ્ટિક બનાવશે.સાથે આ બાઈક ના બને વ્હીલ ડિસ્ક બ્રેક સાથે આવશે. અને સાથે ડ્યુઅલ ચેનલ ABS સિસ્ટમ પણ હશે.આ બાઈક માં 350 ક્લાસિક બાઈકની જેમ ફ્રન્ટ માં ડબલ ટેલિસ્કોપિક સસ્પેન્શન હશે.અને બાઈક માં 5 સ્પીડ ગિયર બોક્સ હશે.
રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 બોબર ના સ્પર્ધક | Royal Enfiled Classic 350 Bobber’S Possible Rival
જ્યારે પણ રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 બોબર બાઈક લોન્ચ થશે ત્યારે તેના બે મુખ્ય સ્પર્ધક હશે એક છે Jawa 42 Bobber અને બીજો Honda CB350.
Jawa 42 Bobber
- આ બાઈક જાવા 42 બાઈક નું બોબર વરઝન છે. જે 334CC ના એન્જીન સાથે આવે છે.
- આ બાઈક 30KM/L નું માઇલેજ આપે છે અને ફ્યુઅલ ની ટેન્ક કેપેસિટી 14 લીટર ની છે.
- આ બાઈક BS6 એન્જિન નોર્મ સાથે આવે છે અને બાઈક માં 6-સ્પીડ ગિયર બોક્સ છે.
- આ બાઈક નું વજન 175 KG છે અને 4 કલર ઓપશન માં ઉપલબ્ધ છે.
- આ બાઈક ની કિંમત ₹2,11,890 રૂપિયા છે.
Honda CB350.
- આ બાઈક 348CC ના એન્જીન સાથે આવે છે. જે 30 nm નો ટોર્ક જનરેટ કરે છે.
- આ બાઈક 35KM/L નું માઇલેજ આપે છે અને ફ્યુઅલ ની ટેન્ક કેપેસિટી 15 લીટર ની છે.
- આ બાઈક BS6 એન્જિન નોર્મ સાથે આવે છે અને બાઈક માં 5-સ્પીડ ગિયર બોક્સ છે.
- આ બાઈક નું વજન 185 KG છે અને 10 કલર ઓપશન માં ઉપલબ્ધ છે.
- આ બાઈક ની કિંમત ₹2,09,590 રૂપિયા થી શરૂ થાય છે.
Read Also:
FAQ:
What is the price of Royal Enfield Mighty bobber 350?
The price of royal Enfield bobber 350 Will be between ₹2,00,000 to 2,10,000