Mahindra XUV 3XO નું booking થયું ચાલુ , કેટલો હશે વેઇટિંગ પીરીયડ?

Mahindra XUV 3XO:મહિન્દ્રાએ હમણાં જ 30, April 2024 ના રોજ Mahindra XUV 3XO ને ભારતીય બજારમાં રજૂ કર્યું છે, આ કાર ને Mahindra XUV300 કાર ઉપગ્રેડેડ મોડલ તરીકે જોવા માં આવે છે. કંપનીએ 15 May 2024 થી XUV 3XO કાર માટે તેમની ઓફિશિયલ વેબસાઈટ અને Showroom ડીલરશીપ દ્વારા ઓનલાઈન બુકિંગ સ્વીકારવાનું ચાલુ કરી દીધું છે. આ ઉપરાંત મહિન્દ્રાએ માહિતી આપી છે કે તેની આ નવી Mahindra XUV 3XO સબ-કોમ્પેક્ટ SUV ની ડિલિવરી 26મી મેથી ચાલુ કરી દેશે. આ દરમિયાન, સંભવિત ખરીદદારો પહેલેથી જ XUV 3XO ની ટેસ્ટ ડ્રાઇવ નજદીક ના showroom થી લઇ શકે છે.

Mahindra XUV 3XO પ્રાઇસ અને વેઇટિંગ પીરીયડ

Mahindra XUV 3XO એ Sub Compact SUV સેગમેન્ટ માં બજેટ ફ્રેન્ડલી કાર રજૂ કરી છે. જેની લોઅર મોડલ કાર ની કિંમત ₹7,49,000 (Ex-Showroom) થી ચાલુ થાય છે. જ્યારે તેના ટોપ મોડલ ની કિંમત ₹15,49,000 (Ex-Showroom) ની છે.

જ્યારે વેઇટિંગ પીરીયડ ની વાત કરીએ તો આ પીરીયડ કાર ની ડિમાન્ડ પર આધાર રાખે છે. પણ કંપની એ 15 may થી કાર નું એડવાન્સ બુકિંગ ચાલુ કરી દીધું છે અને 26 may થી જ આ કાર ની ડિલિવરી ચાલુ થઈ જશે. આગળ જતાં આ કાર ની માંગ વધી તો તેના વેઇટિંગ પીરીયડ માં પણ વધારો જોવા મળશે.

મહિન્દ્રા XUV 3XO સ્પેસીફિકેશન | Mahindra XUV 3XO Specifications

FeatureDetails
PriceRs. 7.5 Lakh to 15.5 Lakh (EX-SHOWROOM)
Mileage18.06 to 21.2 kmpl
Engine1197 cc & 1497 cc
Engine Types1.2L Turbo Petrol Engine, 1.2L Direct Injection Petrol Engine, 1.5L Diesel Engine
Fuel TypePetrol & Diesel
Power– Petrol: 108 bhp to 128 bhp Max Power, 200 NM to 230 NM Torque
– Diesel: 115 bhp Max Power, 300 NM Torque
TransmissionManual & Automatic
Seating Capacity5 Seater
Color Options8 Options

XUV 3XO car ત્રણ એન્જિન વિકલ્પ સાથે રજૂ કરવામા આવી છે. જેમાં એક વિકલ્પ તરીકે 1.2-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન, બીજા વિકલ્પ તરીકે ડાયરેક્ટ-ઇન્જેક્શન સાથેનું 1.2-લિટર પેટ્રોલ એન્જિન અને ત્રીજા વિકલ્પ સાથે 1.5-લિટર ડીઝલ એન્જિન સાથે કાર રજૂ કરવામાં આવે છે.

જેમાં ટર્બો પેટ્રોલ એન્જિન 108 bhp નો Max Power અને 200 Nm નો ટોર્ક આપશે. જ્યારે ડાયરેક્ટ-ઇન્જેક્શન પેટ્રોલ એન્જિન 128 bhp નો પાવર અને 230 Nm નો ટોર્ક આપશે.જ્યારે ડીઝલ એન્જિન 115 bhp નો પાવર અને 300 Nm નો ટોર્ક જનરેટ કરેશે.

આ સાથે પેટ્રોલ એન્જિન, 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ અને ઔટોમેટિક ગિયરબોક્સ સાથે આવશે. જ્યારે ડીઝલ એન્જિન પણ મેન્યુઅલ અને 6-સ્પીડ AMT સાથે આવશે.

આ કાર ની માઇલેજ 18 થી 21 KM/L ની માઇલેજ આપે છે.

Mahindra XUV 3XO ના પેટ્રોલ અને ડીઝલ એન્જિન એમ બને મળી ને 25 વેરિયન્ટ અને 8 અલગ અલગ કલર માં રજૂ કરવામાં આવી છે.

આ કાર ના લોઅર મોડલ કાર ની કિંમત ₹7,49,000 (Ex-Showroom) થી શરૂ થાય છે. જ્યારે તેના ટોપ મોડલ ની કિંમત ₹15,49,000 (Ex-Showroom) ની છે.

Mahindra XUV 3XO Interior, outer ડિજાઇન અને safety ફીચર્સ

Outer ડિજાઇન માં XUV 3XO એ C-આકારના LED ડે ટાઈમ રનિંગ લાઇટ્સ તથા LED પ્રોજેક્ટર હેડલેમ્પ્સ સાથે આવે છે. જ્યારે નવી ડિઝાઇનની ગ્રિલ, નવા આકાર ના આગળ અને પાછળના બમ્પર્સ, 17-ઇંચ એલોય વ્હીલ્સ, LED ટેલલાઇટ્સ નો સમાવેશ થાય છે.

Interior માં સનરૂફ, લેવલ 2 એડવાન્સ્ડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમ (ADAS), ડ્યુઅલ-ઝોન ક્લાઇમેટ કંટ્રોલ, બે 10.25-ઇંચ ની સ્ક્રીન, પાછળના એસી વેન્ટ્સ, ઓટો-હોલ્ડ ફંક્શન સાથે ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક (EPB), અને 360-ડિગ્રી કેમેરા જેવી સુવિધાઓ આવે છે.

Mahindra XUV 3XO ની સ્પર્ધા કઈ કાર સાથે થશે? | Mahindra XUV 3XO Competitor Car

XUV 3XO ની મેઈન સ્પર્ધા ટાટા નેક્સોન, હ્યુન્ડાઈ વેન્યુ,મારુતિ બ્રેઝા, અને કિયા સોનેટ સાથે સ્પર્ધા કરશે.

Tata Nexon

  • આ કાર પેટ્રોલ અને ડીઝલ બને વેરિયન્ટ માં અવેલેબલ છે.
  • Tata Nexon કાર 17.03 થી 24.04 KM/L નું માઇલેજ આપે છે.
  • આ કાર ના બેસ મોડલ ની કિંમત ₹7.99 લાખ ની છે જ્યારે ટોપ મોડલ ની કિંમત ₹15.80 લાખ રૂપિયા ની છે.

Hyundai Venue

  • આ કાર પેટ્રોલ અને ડીઝલ બને વેરિયન્ટ માં અવેલેબલ છે. તથા મેન્યુઅલ અને ઔટોમોટિક બને માં ઉપલબ્ધ છે.
  • Hyundai Venue કાર 23.5 KM/L નું માઇલેજ આપે છે.
  • આ કાર ના બેસ મોડલ ની કિંમત ₹7.94 લાખ ની છે જ્યારે ટોપ મોડલ ની કિંમત ₹13.43 લાખ રૂપિયા ની છે.

Kia Sonet

  • આ કાર પેટ્રોલ અને ડીઝલ બને વેરિયન્ટ માં અવેલેબલ છે. તથા મેન્યુઅલ અને ઔટોમોટિક બને માં ઉપલબ્ધ છે.
  • Kia Sonet કાર 18.5 KM/L થી લઈ ને 21.1 KM/L નું માઇલેજ આપે છે.
  • આ કાર ના બેસ મોડલ ની કિંમત ₹7.99 લાખ ની છે જ્યારે ટોપ મોડલ ની કિંમત ₹15.75 લાખ રૂપિયા ની છે.

Read Also

Leave a Comment