Mahindra Upcoming Cars 2024 :મહિન્દ્રા SUV કાર ક્ષેત્રમાં એક જાણીતું નામ છે. મહિન્દ્રા અને ટાટા આ બને ભારતીય કાર વચ્ચે હંમેશા હરીફાઈ જોવા મળે છે.આ હરીફાઈ ને ધ્યાન માં રાખી બને કંપની પોતાની ઘણી નવી કાર માર્કેટ માં લાવી રહી છે. 2024 માં જ મહિન્દ્રા એ તેની નવી કાર Mahindra XUV 3XO લોન્ચ કરી છે જેને જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે. આ કાર ને માત્ર 1 જ કલાક માં 50,000 નું બુકીંગ મળી ગયું છે. આજ સુધી ભારત માં કોઈ પણ કાર ને ઓછા સમય માં આટલું બુકીંગ મળ્યું નથી. તો આવા જબરજસ્ત માર્કેટ રિસ્પોન્સ ને કારણે 2024 માં મહિન્દ્રા તેની કઈ-કઈ નવી કાર (Upcoming Mahindra Car 2024) ભારતીય માર્કેટ માં લાવી રહી છે એના વિશે આપણે માહિતી મેળવીશું.
5 Mahindra Upcoming Cars 2024 | મહિન્દ્રા ની 2024 માં આવનારી કાર
1. Mahindra Thar 5 door
Mahindra Thar 3 door નો ક્રેઝ તો ભારતીય માર્કેટ માં એવી રીતે વધી રહ્યો છે કે કંપની ને Thar ગાડી નો વેઇટિંગ પીરીયડ વધારવો પડ્યો છે. Mahindra Thar 3 Door ની મહિના માં એવરેજ 80,000 યુનિટ ની માંગ રહે છે, આ માંગ ને જોઈ મહિન્દ્રા હવે 5 ડોર થાર ને લોન્ચ કરવાની તૈયારી દર્શાવી રહી છે.
આ અડવેન્ચરસ અને આઇકોનિક થાર 5-ડોર વેરિઅન્ટ નું લોન્ચિંગ મહિન્દ્રા માટે એક મોટું દયેય હશે. આ Mahindra Tahr 5 Door ને જૂન 2024 માં લોન્ચ કરવામાં આવશે .જેની અંદાજિત કિંમત ₹15-16 લાખની વચ્ચે હશે. આ થાર 5-ડોર કાર ને Thar Armada ના નામ થી લોન્ચ કરવામાં આવશે. આ કાર ના લગભગ બધા ફીચર્સ 3 ડોર થાર જેવા જ હશે પણ અમુક ફીચર અલગ હશે તેની માહિતી હજી સામે આવી નથી.
- 【 Price: ₹15 to 16 Lakh】• 【Launch Date: June 2024】
2.Mahindra XUV 900
મહિન્દ્રા XUV 900 કાર ને એક લક્ઝરી SUV ના રૂપે લોન્ચ કરવામાં માં આવશે.આ કાર ને જૂન 2024 માં લોન્ચ થવાની ધારણા છે. આશરે ₹25 લાખની કિંમત સાથે આ એક પ્રીમિયમ SUV હશે જેમાં પાવરફુલ એન્જિન, અને આકર્ષક ડિઝાઇન હશે. XUV 900 લક્ઝરી SUV સેગમેન્ટમાં ટાટા સફારી સાથે સ્પર્ધા કરે તેવી અપેક્ષા છે.
અલબત્ત XUV 900 મહિન્દ્રા ની પહેલી Premium કલાસ કાર હશે જે ₹25લાખ ની કિંમત માં લોન્ચ થશે. હમણાં તો ક કાર ને માર્કેટ માં આવવાની ની ચર્ચા છે પણ આ કાર ના ફીચર ક્યાં હશે એની માહિતી હજી સુધી સામે આવી નથી.
- 【 Price: ₹25 Lakh】• 【Launch Date: June 2024】
3.Mahindra XUV 500
Mahindra XUV 500 એક જાણીતી કાર છે જે નવી ડિઝાઇન અને નવા ફીચર્સ સાથે પુનરાગમન કરવા તૈયાર છે.આ લોકપ્રિય XUV 500 કાર જુલાઈ 2024 રિફ્રેશ ડિઝાઇન લોન્ચ થશે.નવી XUV 500 આધુનિક ડિઝાઇન, અપડેટેડ ફીચર્સ સાથે આ કાર લગભગ ₹12.5-20 લાખની બજેટ ફ્રેન્ડલી કિંમત માં મિડ રેન્જ 7 સીટર SUV સેગમેન્ટ માં પુનઃ લોંચ થશે.
આ કાર લોન્ચ થાય તો એની સીધી સ્પર્ધા Kia Carens, Toyota Rumion અને Maruti Ertiga સાથે થશે. જેમાં મિડ રેન્જ SUV ક્ષેત્ર માં XUV 500 નો નવો વિકલ્પ જોવા મળી શકે છે.
- 【 Price: ₹12.5 to 20 Lakh】• 【Launch Date: July 2024】
4.Mahindra XUV.e8
આ કાર મહિન્દ્રા ની બીજી ઇલેક્ટ્રિક હશે. જે XUV.e8 નામ સાથે લોન્ચ થશે. આ કાર ₹21-30 લાખની અંદાજિત કિંમત માં ઇલેક્ટ્રિક SUV શ્રેણી માં લોન્ચ કરશે. આ કાર પાવરફુલ બેટરી અને ફીચર્સ થી ભરપૂર હોવાની અપેક્ષા છે. આ કાર ની ઓફિશિયલ લોન્ચ ડેટ ની જાહેરાત કરવામાં આવી નથી, પણ ઘણા બધા રિપોર્ટ અનુસાર આ કાર 2024 ના અંત માં આવી શકે છે. આ Mahindra XUV.e8 એ ભવિષ્ય ના ઇલેક્ટ્રિક SUV માર્કેટમાં મજબૂત દાવેદાર હશે.
અત્યારે ev ક્ષેત્રમાં Tata Punch , Tata Nexon, MG ZS ev, જેવી કાર નું પ્રભુત્ત્વ છે , પણ મહિન્દ્રા આ XUV.e8 કાર ને લોન્ચ કરશે તો ટાટા ને બરાબર ની સ્પર્ધા મળી શકે છે.
- 【 Price: ₹21 to 30 Lakh】• 【Launch Date: December 2024】
5.Mahindra XUV.e9
આ મહિન્દ્રાની બીજી ઈલેક્ટ્રિક SUV – XUV.e9 છે જેના વિશે ખૂબ ઓછી જ જાણકારી સામે આવી છે, પરંતુ જો લોન્ચ કરવામાં આવે, તો આ કાર XUV.e8 ની સરખામણીમાં ઓછી કિંમતે અને સારા ફીચર્સ સાથે લોન્ચ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. આ કાર ક્યારે લોન્ચ થશે અને ક્યાં ફીચર હશે એની માહિતી નથી.
જો કે આ કાર ની સ્પર્ધા પણ ટાટા નેક્શન, ટાટા પંચ અને MG ZS ev સાથે થઈ શકે છે. આ Mahindra XUV 400, Mahindra XUV.e8 પછી ત્રીજી ev હશે જે મહિન્દ્રા દ્વારા લોન્ચ કરવામાં આવશે.
- 【 Price: No Update】• 【Launch Date: No Update】
Read Also
FAQ:
Is XUV 500 Coming Back?
XUV 500 Car coming back with new look in July 2024
Is XUV 700 is Bigger Than XUV 500?
Yes, XUV 700 is Bigger Car Than XUV 500 Car