હાલ માં જ મારુતિ એ તેની Next Gen Martuti Swift 2024 લોન્ચ કરી છે.આ નવી સ્વીફ્ટ ને જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે. આ જોઈ હવે મારુતિ Swift ના CNG મોડલ પર કામ કરી રહી છે અને જલ્દી સ્વીફ્ટ સી.એન.જી ના રૂપ માં જોવા મળી શકે છે.
એક રિપોર્ટ અનુસાર, આ CNG કાર ની માહિતી મળી છે. આ Swift CNG કાર નું એન્જીન તેના પેટ્રોલ અને ડીઝલ મોડલ ની કાર કરતા ઓછું પાવર જનરેટ કરશે પણ કાર નો ઓપરેટિંગ કોસ્ટ પણ પેટ્રોલ- ડીઝલ કાર કરતા ઓછો થઈ જશે.
મારુતિ સુઝુકી સ્વીફ્ટ સી.એન.જી ના ફીચર્સ | Maruti Suzuki Swift CNG Features
Feature | Details |
---|---|
Mileage | 29 to 32 KM/KG (CNG) |
Fuel Type | CNG (Primary FUEL), Petrol (Secondary FUEL) |
Engine | Z12E, 1197 CC |
Transmission | Manual – 5 Speed Gear Box |
Boot Space | 265 Litres |
Ground Clearance | 163 CM |
Price | ₹7.4 Lakh (Ex-showroom) |
Engine: મારુતિ તેની નવી સ્વિફ્ટ 2024 માં 1.2 લીટર નું Z12E પેટ્રોલ એન્જીન આપ્યું છે. રિપોર્ટ અનુસાર આ જ એન્જીન હવે Swift CNG કાર માં આવે તો નવા એન્જિનવાળી આ ભારત ની પહેલી CNG કાર હશે.
Fuel: ફ્યુલ તરીકે CNG ના વિકલ્પ ને Use કરવામા આવે તો સ્વભાવિક રીતે તે પેટ્રોલ એન્જીન કરતા ઓછો પાવર જનરેટ કરશે. એટલે CNG એન્જીન નો પાવર 82 bhp કરતા ઓછો હશે જે હમણાં ની નવી પેટ્રોલ સ્વીફ્ટ આપે છે જયારે ટોર્ક 112 nm કરતા ઓછો હશે.
Mileage: આ Swift CNG 29-32 કિલોમીટર/ કિલોગ્રામ ની માઇલેજ આપી શકે છે, જે પટ્રોલ સ્વીફ્ટ ની માઇલેજ કરતા વધુ છે.
Transmission: આ CNG કાર માત્ર મેન્યુઅલ ટ્રાન્સમિશન માં જ ઉપલબ્ધ છે. જેમાં 5 સ્પીડ ગિયર બોક્સ હશે.
Price: આ સ્વીફ્ટ CNG ની કિંમત તેના પેટ્રોલ વેરિયન્ટ કરતા ₹80,000 થી 90,000 વધુ હશે.પણ સામે માઇલેજ પણ વધુ આપશે.
મારુતિ સ્વીફ્ટ સી.એન.જી કાર ની સ્પર્ધાત્મક કાર | Possible Competitor Car Of Maruti Swift CNG
Tata Tiago:
- Tata Tiago એક સ્ટાઇલિશ અને અફોર્ટેબલ હેચબેક કાર છે તે 1.2-લિટર પેટ્રોલ એન્જિન અને 1.0-લિટર ટર્બો-પેટ્રોલ એન્જિન સાથે ઉપલબ્ધ છે, જે બંને એન્જિન ને CNG ના વિકલ્પ તરીકે જોડી શકાય છે.
- આ કાર 26.50 KM/KG ની માઇલેજ આપે છે. Tata Tiago CNG કાર ની કિંમત ₹6.59 લાખ (Ex-Showroom)થી શરૂ થાય છે જેના ટોપ મોડલ ની કિંમત ₹8.89 લાખ ની છે.
- ટિયાગો કાર આ સેગમેન્ટમાં સૌથી વધુ સસ્તું CNG નું વિકલ્પ છે, જે સારા સેફટી ફીચર્સ પણ પ્રદાન કરે છે. સાથે સાથે Tata કાર ભારતીય લોકો માં એક વિશ્વસનીય કાર બ્રાન્ડ પણ છે.
Hyundai Grand i10 Nios:
- Grand i10 Nios કાર એક સારી હેચબેક કાર છે જે ફીચર્સ, પરફોર્મન્સ ની સાથે સારું માઇલેજ આપે છે.
- આ કાર 1.2-લિટર પેટ્રોલ એન્જિન અને 1.0-લિટર ટર્બો-પેટ્રોલ એન્જિન સાથે ઉપલબ્ધ છે, જે બંને માં CNG વિકલ્પ ને જોડી શકાય છે. આ કાર માઇલેજ 19.77 KM/KG ની છે.
- આ CNG કાર ની કિંમત ₹7.68 લાખ (Ex-Showroom) થી શરૂ થાય છે જ્યારે કાર ના ટોપ મોડલ ની કિંમત ₹8.23 લાખ ની છે.
- Hyundai Grand i10 Nios સ્વિફ્ટ CNG કરતાં થોડી વધુ મોંઘી છે, પરંતુ તે CNG સ્વિફ્ટ ની તુલના માં વધુ જગ્યા અને લેટેસ્ટ ફીચર્સ આપે છે.
Suzuki Baleno:
- બલેનો એ સુઝુકીની પ્રીમિયમ હેચબેક છે. આ કાર પણ 1.2-લિટર પેટ્રોલ એન્જિન અને 1.5-લિટર પેટ્રોલ એન્જિન સાથે ઉપલબ્ધ છે, જેમાંથી હમણાં કોઈ પણ સીએનજી વિકલ્પ નથી, પણ આ કાર માં પણ CNG નો વિકલ્પ આવી શકે છે.
- જો આ કાર માં CNG નો વિકલ્પ આવે તો ઉપરની બે કાર કરતા પ્રીમિયમ કક્ષાની CNG કાર હશે. પણ હમણાં તો Baleno CNG કાર ને માર્કેટ આવવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે.