PM Surya Ghar Yojana : મઘ્યમ વર્ગી પરિવાર ને મળી શકે છે દર મહિને 300 યુનિટ વીજળી ફ્રી

PM Surya Ghar Yojana: ભારત સરકાર દ્વારા જાન્યુઆરી 2024 માં આ યોજના લોન્ચ કરવામાં આવી છે. આ યોજના નું બીજું નામ PM Muft Bijli Yojana પણ છે. જેનો લક્ષ્ય છે કે 1 કરોડ ગરીબ અને મધ્યમ વર્ગ ના ઘર પર ફ્રી માં સોલાર પેનલ લગાડવા માં આવે અને તે સોલાર થી ઉતપન્ન થતી વીજળી માંથી 300 યુનિટ વીજળી ઘર વાળા ને ફ્રી માં આપવામાં આવશે.

PM Surya Ghar Yojana માં ભારત સરકાર અને મધ્યમ વર્ગ ના પરિવાર બન્નેને ફાયદો થશે. જેમાં મઘ્યમ પરિવાર ના ઘર નું વીજળી બિલ શૂન્ય થઈ જશે, અને સરકાર ને સોલાર દ્વારા બાકી ની વીજળી મળશે. આ યોજના માટે આવેદન કરવા માટે નું એક માત્ર સરકારી પોર્ટલ www.pmsuryaghar.gov.in છે.આ સરકારી પોર્ટલ સિવાય બીજા એકેય વેબસાઈટ પરથી આ યોજના માટેનું આવેદન થતું નથી એ વાત નું દયાન રાખો. પણ આવેદન કરતા પહેલા જાણો આ PM Surya Ghar Yojana નો લાભ કોણ લઈ શકે છે,અને લાભાર્થી કેવી રીતે આવેદન કરી શકે છે.

આ પણ જાણો:

PM Surya Ghar Yojana શુ છે?

આ યોજના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 22 જાન્યુઆરી 2024 ના રોજ લોન્ચ કરવામાં આવી છે. આ યોજના ને મુફત બીજલી યોજના પણ કહી શકાય છે. આ યોજના હેઠળ ભારત ના લગભગ 1 કરોડ મધ્યમવર્ગીય પરિવાર ના ઘર પર મફત માં સોલાર પ્લેટ લગાડવા માં આવે અને તે સોલાર ની મદદ થી વીજળી ઉત્પન્ન કરવામાં આવે. આ સોલાર પ્લેટ સંપૂર્ણપણે સરકાર જ લગાવશે. જેમાંથી ઉતપન્ન થતી વીજળી માંથી 300 યુનિટ ફ્રી વીજળી એ પરિવાર ને આપવામાં આવશે.

PM Surya Ghar Yojana ના ફાયદા શુ છે?

આ યોજના માં જે પરિવાર ના ઘર પર સોલાર પેનલ લગાડવામાં આવશે તેને 300 યુનિટ ફ્રી વીજળી મળશે, જેથી પરિવાર નું સંપૂર્ણ વીજ બિલ ઘટી જશે અથવા શૂન્ય થઈ જશે. સાથે સરકાર ને સન એનર્જી દ્વારા વીજળી જનરેટ થશે, જે ગ્રીન એનર્જી ને વેગ આપશે. એટલે આ યોજના માં સરકાર અને મધ્યમવર્ગીય વીજળી જરૂરિયાત વાળા પરિવાર ને મદદ મળશે.

PM Surya Ghar Yojana નો લાભ કોણ લઈ શકે છે?

ભારત સરકાર દ્વારા આ યોજના જાન્યુઆરી 2024 માં અમલ માં મૂકવામાં આવી છે. જેનો લાભ ગરીબ અથવા મઘ્યમ વર્ગી પરિવાર કે જેની વાર્ષિક આવક બે લાખ અથવા બે લાખ કરતા ઓછી છે, તે પરિવાર આ યોજના નો લાભ લઇ શકે છે. આ યોજના ભારત ના દરેક મધ્યમવર્ગીય પરિવાર કે જેની આવક 2 લાખ થી ઓછી છે, તેને લાગુ પડે છે.

જો તમે આ શ્રેણી માં આવતા હોવ અને PM Surya Ghar Yojana વિશે વધુ માહિતી મેળવવા માંગતા હોવ તો યોજના ની ઓફિશિયલ વેબસાઈટ www.pmsuryaghar.gov.in પર જઇ ને લઈ શકો છો.

PM Surya Ghar Yojana માટે આવેદન કઈ રીતે કરવું?

PM Surya Ghar Yojana માટે નું આવેદન 13 ફેબ્રુઆરી થી ઓફિશિયલ વેબસાઈટ www.pmsuryaghar.gov.in પર ચાલુ થઈ ગયું છે. જો તમે લાભાર્થી શ્રેણી માં આવતા હોવ તો આ રીતે લાભ લઇ શકો છો. જેના લાભ માટે મોબાઇલ નંબર, વીજ બિલ ની આવશ્યકતા રહેશે.

1. www.pmsuryaghar.gov.in પોર્ટલ પર વિઝિટ કરો.
2. રેજિસ્ટ્રેશન પર ક્લિક કરો.
3. ત્યાં મોબાઈલ નંબર, OTP, રાજ્ય, જિલ્લો પસંદ કરો.
4. વીજળી વિતરણ કંપની પસંદ કરો, ત્યાં પછી consumer નંબર માં તમારો બિલ નંબર નાખો.
5. કેપચા કોડ નાખી, નેક્સ્ટ બટન પર ક્લિક કરો.
6. પછી લોગ-ઇન કરો.
7. ત્યાં જણાવ્યા અનુસાર વિગત ભરો.

આ વિગત માં જણાવ્યા અનુસાર નેટ મીટર લેવાનું હશે, ત્યારબાદ ગવરમેન્ટ ર્ટલ પર બેન્ક એકાઉન્ટ ની ડિટેલ નાખવાની હશે. આ બધી પ્રોસેસ પુરી થયા પછી લગભગ 30 દિવસ માં સોલાર પેનલ ની સબસીડી ના રૂપિયા બેન્ક માં જમા થઈ જશે.

PM Surya Ghar Yojana નો લાભ લેવા માટે ની આવશ્યકતા શું છે?

ગરીબ અથવા મઘ્યમ વર્ગી પરિવાર કે જેની વાર્ષિક આવક બે લાખ અથવા બે લાખ કરતા ઓછી છે, તે પરિવાર આ યોજના નો લાભ લઇ શકે છે.

PM Surya Ghar Yojana માટે ઓનલાઈન અરજી ક્યાંથી કરવી?

પી.એમ. સૂર્ય ઘર યોજના માટે ની ઓનલાઈન અરજી સરકાર ની ઓફીશિયલ વેબસાઈટ www.pmsuryaghar.gov.in પર થી કરી શકાય છે.

Leave a Comment