ikhedut portal: ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે વિવિધ સહાય અને ખેતી વિષયક સરકારી યોજના ની માહિતી મળતી રહે એ હેતુ થી ikhedut portal બનાવામાં આવ્યું છે. આ પોર્ટલ પર તમે ખેતી વિશે ની ઘણી બધી યોજના માં ઑનલાઇન અરજી કરી શકો છો અને સરકારી સહાય નો લાભ મેળવી શકો છો.
અત્યારે 18 જૂન 2024 થી 24 જૂન 2024 એટલે 7 દિવસ માટે આઇ-ખેડુત પોર્ટલ ખુલ્લુ મુકાયું છે. જેના પર તને મુખ્યત્વે ત્રણ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકો છો. જેમાં સ્માર્ટફોન સહાય યોજના, પાક સંગ્રહ સ્ટ્રક્ચર માટે સહાય અને પાણીના ટાંકાના બાંધકામ પર સહાય યોજના માટે આઇ-ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ કરી શકો છો.
Table of Contents
સ્માર્ટફોન સહાય યોજના શુ છે?
સ્માર્ટફોન સહાય યોજના ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે લોન્ચ કરવામાં આવી છે. જેમાં સરકાર નો મુખ્ય હેતુ એ છે કે રાજ્ય ના ખેડૂતો ડિજિટલી કનેક્ટ થાય , જેનાથી ખેડૂતો ને ખેતી તથા પાક વિશે ની ભારત અને દુનિયા ભર ની માહિતી મળતી રહે. સાથે ખેતી માટે જરૂરી સહાય અને યોજના ની માહિતી મળે એ માટે ખેડૂત સ્માર્ટફોન ખરીદે અને તે સ્માર્ટફોન દ્વારા આ માહિતી મેળવી શકે તે માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે.
આ સ્માર્ટફોન સહાય યોજના હેઠળ ગુજરાત ના દરેક ખેડૂત ને સ્માર્ટફોન ની ખરીદી પર સહાય મળશે. જેમાં ખેડૂતો ને મહત્તમ 6,000 રૂપિયા અથવા તો સ્માર્ટફોન ની કિંમત ના 40% આ બે માંથી જે ઓછું હોય તેની સહાય મળવાપાત્ર છે. જો તમે આ સહાય મેળવા માંગો છો તો નીચે મુજબ ની માહિતી વાંચો.
સ્માર્ટફોન સહાય યોજના ની ikhedut portal પર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
- ઓનલાઈન અરજી કરવા ikhedut portal પર જાઓ.
- https://ikhedut.gujarat.gov.in
- ત્યાં સાઈડ માં જમણી બાજુ વિવિધ યોજના વિકલ્પ પર ક્લિક કરો.
- ખેતી વિશે ની યોજના પર ક્લિક કરો.
- ત્યાં સ્માર્ટફોન સહાય યોજના પર ઓનલાઈન અરજી પર ક્લિક કરો.
- ત્યાં સૂચના ની નીચે એક બટન હશે તેના પર ક્લીક કરો
- ત્યાં જણાવેલ માહિતી મુજબ ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ત્યાં બધી માહિતી સેવ કરી દો, પછી તમારી અરજી થઈ જશે.
➡️ ધરતીપુત્રો રાજ્ય સરકારની ખેડૂત હિતલક્ષી યોજનાનો લાભ મેળવી શકે તે માટે i-ખેડૂત પોર્ટલ તા.18મી જૂનથી ખુલ્લું મૂકાશે…
— Gujarat Information (@InfoGujarat) June 15, 2024
➡️ ઇચ્છુક ખેડૂતોએ https://t.co/k57M54PUur પર ઓનલાઈન અરજી કરવાની રહેશે#iKhedut #Agriculture #KhedutYojana #KisanPortal pic.twitter.com/gz4vMF4xIz
ikhedut Portal પર ઓનલાઈન અરજી કરતા પહેલા આ સૂચના જાણી લો.
1.તમે ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) ધરાવતા હોય કે ના ધરાવતા હોય, તો પણ આ યોજના માટે અરજી કરી શકાય છે.
2. જો તમે ખેડૂત નોંધણી ધરાવો છો તેમાં હા કહેશો તો આધાર નંબર અને મોબાઈલ નંબર રજુ કરવાનો રહેશે તો તમારાં મોબાઈલ ઉપર એક OTP આવશે. તે OTP નાખ્યા બાદ અરજીમાં ખેડુતની વિગતો આપો આપ ઓનલાઈન આવી જશે.
3. જો તમે ખેડૂત નોંધણી કરાવ્યા વગર વર્ષ ૨૦૧૮-૧૯થી પ્રથમ વખત અરજી કરતાં હશો તો ઓનલાઈન અરજી કરતી વખતે આધાર નંબર અને મોબાઈલ નંબર આપવાથી અરજીની પાત્રતા નિયત થાય તે સમયે સંબંધિત કચેરીમાં આધાર નંબરની નકલ રજુ કરેથી, સંબંધિત અધિકારીશ્રી દ્વારા તેની ખરાઇ કર્યા બાદ ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) થશે. તે સમયે નોંધણી (રજીસ્ટ્રેશન) થયેલ છે તે અંગેનો SMS આપના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર આવશે.
4. જે વિગતો આગળ લાલ * છે તે ફરજીયાત છે.
5. અરજી અપડેટ/કન્ફર્મ કરવા અરજી નંબર સાથે જમીન ખાતાનો ખાતા નંબર જે તે અરજી કરતી વખત આપેલ હશે તે આપવાનો રહેશે.
6. અરજી કન્ફર્મ થઇ ગયા બાદ અરજી અપડેટ થશે નહી.
7.અરજી કન્ફર્મ થયા પછીજ અરજીની પ્રિન્ટ લઇ શકાશે.
8. જો બેન્કનું નામ લીસ્ટમાં ન મળે તો નજીકની ખેતીવાડી કચેરીનો સંપર્ક કરવો.
9. અરજી સેવ કરતા જો અરજી નંબર જનરેટ ન થાય તો સુચનાઓની ઉપરની લાઇનમાં મેસેજ વાંચો.
10. અરજી સેવ કર્યા પછી કન્ફર્મ કરવું જરૂરી છે. ફક્ત કન્ફર્મ કરેલ અરજી ધ્યાનમાં લેવાશે.
11. કન્ફર્મ નહિ કરેલ અરજી ikhedut Portal ઉપર લેવાયેલ ગણાશે નહિ. તે ફક્ત ડેટા સેવ કરવાની સુવિધા માટે છે.
આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી નું સ્ટેસસ કેવી રીતે જોવું?
- આઇ-ખેડૂત પોર્ટલ ની મુલાકાત લો.
- અરજદાર સુવિધા પર ક્લિક કરો.
- ત્યાં અરજી સ્ટેટસ પર ક્લિક કરો.
- તમારો મોબાઇલ નંબર અને અરજી નંબર દાખલ કરો.
- Captch Code દાખલ કરો.
- સ્ટેટસ જુઓ પર ક્લિક કરો.
- હવે તમારી અરજી નું શુ સ્ટેટસ છે તે દેખાશે.
પાક સંગ્રહ સ્ટ્રક્ચર અને પાણીના ટાંકાના બાંધકામ પર સહાય યોજના માટે અરજી કેવી રીતે કરવી?
- ઓનલાઈન અરજી કરવા ikhedut portal પર જાઓ. અહીં ક્લિક કરો.
- ત્યાં પાક સંગ્રહ સ્ટ્રક્ચર અને પાણીના ટાંકાના બાંધકામ પર સહાય યોજના પર ઓનલાઈન અરજી પર ક્લિક કરો.
- ત્યાં સૂચના આપેલી સૂચના વાંચો.
- ત્યાં જણાવેલ માહિતી મુજબ ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ત્યાં બધી માહિતી સેવ કરી દો, પછી તમારી અરજી થઈ જશે.
ikhedut portal પર સ્માર્ટફોન સહાય યોજના દરેક ખેડૂત માટે ઉપલબ્ધ છે?
હા, ikhedut portal પર સ્માર્ટફોન સહાય યોજના ગુજરાત રાજ્ય ના દરેક ખેડૂત માટે ઉપલબ્ધ છે – પછી તમે ખેડૂત નોંધણી કરી હોય કે ન કરી હોય.
સ્માર્ટફોન સહાય યોજના માં કેટલા રૂપિયા સુધી ની સહાય મળે છે?
આ યોજના હેઠળ ખેડૂતો ને મહત્તમ 6,000 રૂપિયા અથવા તો સ્માર્ટફોન ની કિંમત ના 40% આ બે માંથી જે ઓછું હોય તેટલી સહાય મળવાપાત્ર છે.