Tata Nexon CNG: ટાટા તેની નેકસોન ને CNG માં લોન્ચ કરવા જઈ રહ્યું છે, આપશે 22 KM નું માઇલેજ.

Tata Nexon CNG: ટાટા મોટર્સ તેની નવી CNG કાર ને આવનારા સમય માં ભારત માં લોન્ચ કરવા જઈ રહ્યું છે, જેનું નામ છે Tata Nexon iCNG. આ કાર ને 2024 ના ભારત મોબિલિટી માં રજૂ કરવામાં આવી હતી. જેની હવે લોન્ચ થવાની ચર્ચા છે.

Tata Nexon અત્યારે પેટ્રોલ, ડીઝલ વેરિયન્ટ અને ઇલેકટ્રીક વેરિયન્ટ માં ઉપલબ્ધ છે. જે હવે CNG ના વિકલ્પ માં પણ જોવા મળી શકે છે. અત્યારે Tata nexon ને ભારત ની નંબર 1 SUV કાર માનવામાં આવે છે. સાથે આ કાર ટાટા ની ટોપ સેલિંગ કાર પણ છે. હવે આ કાર પેટ્રોલ, ડિઝલ અને ઇલેકટ્રીક ની સાથે CNG માં પણ જોવા મળી શકે છે. તો જાણો આ કાર કયારે લોન્ચ થશે, તેની કિંમત કેટલી હશે, CNG કાર નું માઇલેજ કેટલું હશે, કાર માં ક્યાં નવા ફીચર હશે?

Tata Nexon CNG Launch Date and Price

ટાટા નેકસોન ની લોન્ચ ડેટ ની વાત કરીએ તો આ લોન્ચ ની નક્કર તારીખ સામે આવી નથી. પણ આ CNG કાર ઔગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં 2024 માં લોન્ચ કરવામાં આવશે. આ લોન્ચ ની સાથે ટાટા ની આ છઠ્ઠી સી.એન.જી. કાર હશે.

Tata Nexon CNG કાર ની જાણકારી મુજબ કાર ને મેઈન બે વેરિયન્ટ માં લોન્ચ કરવામાં આવશે. જેમાં નું એક વેરિયન્ટ મેન્યુઅનલ ટ્રાન્સમિશન સાથે આવશે જેની અંદાજીત 11 લાખ રૂપિયા ની હોઈ શકે છે. જયારે બીજું વેરિયન્ટ ઔટોમેટિક ટ્રાન્સમિશન સાથે આવશે જેની અંદાજીત 13 લાખ રૂપિયા ની હોઈ શકે છે.

Read Also:

Tata Nexon CNG Features and Specifications

આ કાર ના મોસ્ટ ઓફ ફીચર્સ તેના પેટ્રોલ અને ડિઝલ વેરિયન્ટ ની કાર મુજબ જ આવશે. માત્ર કાર ના એન્જીન, માઇલેજ અને Efficiency જેવા ફીચર્સ માં બદલાવ જોવા મળશે.

Engine and Mileage

Tata Nexon CNG કાર 1199CC ના એન્જીન સાથે આવે છે. આ 1.2-લિટર નું ટર્બોચાર્જ્ડ એન્જિન 110 bhp નો પાવર અને 170 Nm નો શાનદાર ટોર્ક ઉત્પન્ન કરે છે, જે Nexon iCNG ને ઝડપી અને સક્ષમ બનાવે છે.

આ કાર CNG ફ્યુઅલ પર ઓપરેટ થશે એટલે લગભગ 22 KM/KG નું શાનદાર અને સક્ષમ માઇલેજ આપશે. સાથે આ કાર પર્યાવરણ ફ્રેન્ડલી હશે, જે ગ્રીન એનર્જી ના કોન્સેપટ નું અનુસરણ કરશે.

Transmission

આ કાર બે ટ્રાન્સમિશન સાથે લોન્ચ કરવામાં આવશે. જેમાં એક વેરિયન્ટ તરીકે મેન્યુઅલ Transmission 6-સ્પીડ ગિયર બોક્સ સામેલ છે. જયારે બીજા વેરિયન્ટ તરીકે ઔટોમેટિકTransmission 6-સ્પીડ ગિયર બોક્સ સામેલ છે.

Safety Features

ટાટા ની કાર તેના સેફ્ટી ફીચર્સ માટે જાણીતી છે. ટાટા ની દરેક કાર સારા સેફ્ટી ફીચર અને એ પણ ઈકોનોમી કિંમત માંટે જાણીતી છે.આ કાર 6 એર બેગ સાથે આવશે જે પેસેન્જર ને સારી સેફ્ટી આપશે. સાથે આ કાર ને Global NCAP માં 5 સ્ટાર ની સેફટી રેટિંગ મળી છે.જે આ કાર ને બીજી કાર થી અલગ બનાવે છે.

Fuel Efficiency

Tata Nexon CNG કાર તેની સી.એન.જી ટેક્નોલોજી પર ઓપરેટ થાય છે, જે પેટ્રોલ અને ડિઝલ કરતાં 40% સુધી ઓછા ઇંધણ નો વપરાશ કરે છે. જે ડાઈરેક્ટલી રનિંગ ખર્ચ માં ઘટાડો કરે છે. સાથે સાથે પેટ્રોલ અને ડિઝલ કરતા સારું માઇલેજ આપે છે. સી.એન.જી કાર હોવાને કારણે કાર પર્યાવરણ ફ્રેન્ડલી છે, જે ગ્રીન એનર્જી ના કોન્સેપટ નું અનુસરણ કરશે.

Other Features

Nexon iCNG સ્ટાન્ડર્ડ Nexon મા આવતા બધા ફીચર્સ ની સુવિધાઓ ધરાવે છે, જેમાં ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ અને સનરૂફનો સમાવેશ થાય છે.

FeatureDetails
Engine1.2L Turbocharged engine,
@110bhp max power and 170 nm Torque
Fuel TypeCNG
TransmissionManual and Automatic- 6 Speed Gear Box
Safety6 Air Bags
GNCAP Rating5 Star
Price₹11 Lakh to 13 Lakh (CNG)
Launch DateAug-Sep 2024

Tata Nexon CNG Car’s Possible Competitors in 2024

Hyundai Grand i10 Nios:

  • Grand i10 Nios કાર એક સારી હેચબેક કાર છે જે ફીચર્સ, પરફોર્મન્સ ની સાથે સારું માઇલેજ આપે છે.
  • આ કાર 1.2-લિટર પેટ્રોલ એન્જિન અને 1.0-લિટર ટર્બો-પેટ્રોલ એન્જિન સાથે ઉપલબ્ધ છે, જે બંને માં CNG વિકલ્પ ને જોડી શકાય છે. આ કાર માઇલેજ 19.77 KM/KG ની છે.
  • આ CNG કાર ની કિંમત ₹7.68 લાખ (Ex-Showroom) થી શરૂ થાય છે જ્યારે કાર ના ટોપ મોડલ ની કિંમત ₹8.23 લાખ ની છે.

Suzuki Baleno:

  • બલેનો એ સુઝુકીની પ્રીમિયમ હેચબેક છે. આ કાર પણ 1.2-લિટર પેટ્રોલ એન્જિન અને 1.5-લિટર પેટ્રોલ એન્જિન સાથે ઉપલબ્ધ છે, જેમાંથી હમણાં કોઈ પણ સીએનજી વિકલ્પ નથી, પણ આ કાર માં પણ CNG નો વિકલ્પ આવી શકે છે.
  • જો આ કાર માં CNG નો વિકલ્પ આવે તો ઉપરની બે કાર કરતા પ્રીમિયમ કક્ષાની CNG કાર હશે. પણ હમણાં તો Baleno CNG કાર ને માર્કેટ આવવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે.

FAQ:

Tata Nexon CNG કાર ની On Road Price કેટલી છે?

Tata Nexon CNG કાર ના મેન્યુઅલ વેરિયન્ટ ની કિંમત 11 લાખ રૂપિયા સુધી ની , જયારે ઔટોમેટિક વેરિયન્ટ ની કિંમત 13 લાખ રૂપિયા સુધી ની હોઈ શકે છે.

Tata Nexon CNG કેટલું Mileage આપશે?

આ કાર 22 કિલોમીટર/કિલોગ્રામ જેટલું સારું એવું માઇલેજ આપશે.

Leave a Comment