Honda Goldwing: ભારત ની પહેલી Airbag સાથે આવનારી સુપર બાઈક- જાણો કિંમત

Honda Goldwing: હોન્ડા મોટર્સ તેની પ્રીમિયમ બાઈક હોન્ડા ગોલ્ડવિંગ ને ભારત માં Airbag સાથે રજૂ કરી છે. આ સાથે Honda Goldwing ભારત ની પહેલી બાઈક હશે જે એરબેગ ના ફીચર સાથે આવશે. કંપની ના જણાવ્યા મુજબ બાઈક નું એરબેગ કાર માં જેમ એરબેગ કામ કરે છે એવી રીતે કામ કરશે.

હોન્ડા ગોલ્ડવિંગ એ ભારતમાં પ્રથમ એરબેગસ ધરાવતી મોટરસાઇકલ છે, અને તે તેના ધમાકેદાર દેખાવ અને પાવરફુલ એન્જિનથી રસ્તા પર ધૂમ મચાવે છે. જો તમે લાંબા રસ્તાની સફરના શોખીન હો તો, ગોલ્ડવિંગ બાઇક એક સારી લોન્ગ ટુર બાઇક છે. ટુક માં જોવા જઈએ તો જે જે ફીચર્સ કાર માં હોય છે એ બધા ફીચર આ બાઈક માં આવે છે. તો જાણો બાઈક ની કિંમત કેટલી છે , અને ક્યાં એડવાન્સ ફિચર છે.

Honda Goldwing Price and Features

આ હોન્ડા મોટર્સ ની Honda Goldwing પ્રીમિયમ બાઈક ની કિંમત ભારત માં ₹44.00 લાખ રૂપિયા ની છે. આ બાઈક નોર્મલ બાઈક નથી પણ ટુર બાઈક છે જે લોન્ગ ડિસ્ટન્સ ટુરિસ્ટ રાઈડર માટે લોન્ચ કરવામાં આવી છે.

હોન્ડા ગોલ્ડવિંગ 2024ના મોડલમાં 1833cc નું પાવરફુલ લિક્વિડ કૂલ્ડ એન્જિન આપને રસ્તા પર અનફોર્ગેટેબલ અનુભવ આપે છે. આ એન્જીન 124 bhp નો મેક્સ પાવર અને 170 nm નો પાવરફુલ ટોર્ક જનરેટ કરે છે. બાઈક 230 કિલોમીટર ની મેક્સિમ ટોપ સ્પીડ પકડી શકે છે. આ બાઈક નું એન્જીન BS6 સ્ટાન્ડર્ડ સાથે આવે છે અને લિકવિડ કૂલ ફેસિલિટી અને 24 વાલ્વ પીસ્ટન સાથે આવે છે.

આ બાઈક 7 સ્પીડ ઔટોમેટિક ગિયરબોક્સ સાથે આવશે. જ્યારે બાઈક ની ફ્યુઅલ ટેંક કેપેસિટી 21.1 લીટર ની છે. આ બાઈક નું વજન 390 KG છે. હોન્ડા ગોલ્ડવિંગ બાઈક ABS ફીચર સાથે આવે છે.

આ બાઈક ભારત માં 2023 માં લોન્ચ કરવામાં આવી હતી જે ટોટલી ઇમ્પોર્ટડ બાઈક છે. આ બાઈક 1 કલર અને 1 જ વેરિયન્ટ માં ઉપલબ્ધ છે. આ બાઈક પર ભારત માં 50% ની ઈમ્પોર્ટ ડ્યુટી લગાડવામાં આવે છે, એટલે તેની કિંમત વધારે છે.

SpecificationDetails
Engine1833CC Liquid Cooling
Max Power123 BHP
Torque170 NM
Mileage14 KM/L
Weight390 KG
Fuel TypePetrol
Top Max Speed230 KM
FeaturesABS, Airbag, 7 inch Display, 7 speed Gearbox
Price₹44 Lakh

આ ગોલ્ડવિંગ ટૂર બાઈક LED લાઇટિંગ સિસ્ટમ, એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે સપોર્ટ સાથે સાત ઇંચની કલર TFT ડિસ્પ્લે સાથે આવશે. નોર્મલી આ બધા ફીચર એક પ્રીમિયમ કાર માં આવે છે તે ફીચર આ બાઈક માં જોવા મળે છે. સાથે આ સુપર બાઈક માં ઇલેક્ટ્રિક વિન્ડશિલ્ડ પણ જોવા મળે છે. બીજું ખાસ ફીચર એરબેગ આ બાઈક ને ખાસ બનાવે છે.

બીજા અન્ય ફીચર માં બ્લૂટૂથ કનેક્ટિવિટી, સ્પીકર્સ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, બે યુએસબી ટાઇપ-સી સાથે આવે છે.

Read Also:

Honda Goldwing Advance Features

ભારતમાં પ્રથમ એરબેગ ધરાવતી બાઇક ગોલ્ડવિંગ અકસ્માતની સ્થિતિમાં ડ્રાઇવરને સુરક્ષિત રાખવા એરબેગ સાથે આવે છે. સાથે કાર ની જેમ ટ્રેક્શન કંટ્રોલ અને HSTC (હોન્ડા સિલેક્ટેબલ ટોર્ક કંટ્રોલ) જેવા સુરક્ષા ફીચર્સ પણ આ બાઇકમાં છે. સાથે ક્રૂઝ કંટ્રોલ નું ફીચર પણ જોવા મળે છે જે લાંબા રસ્તા પર ડ્રાઇવિંગ મહેનત ઘટાડે છે.

Honda Goldwing બાઈક કેટલું માઇલેજ આપે છે?

આ બાઈક માં 1833 CC નું પાવરફુલ એન્જીન છે એટલે Honda Goldwing બાઈક 14 કિલોમીટર/લીટર નું માઇલેજ આપે છે.

Leave a Comment